For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વ્યાજખોરોના ત્રાસથી કંટાળી સદર બજારના વેપારીનો વખ ઘોળી આપઘાત

05:49 PM Jun 22, 2024 IST | admin
વ્યાજખોરોના ત્રાસથી કંટાળી સદર બજારના વેપારીનો વખ ઘોળી આપઘાત

બે બહેનોના એકના એક ભાઈએ બાલભવન પાસે ઝેર પી લીધું’તું: 11 દિવસની સારવાર બાદ એઈમ્સમાં મોત

Advertisement

શહેરમાં વ્યાજખોરીના દુષણને ડામવા માટે અગાઉ પોલીસ દ્વારા લોકદરબાર યોજવામાં આવતા હતાં. જેના કારણે વ્યાજખોરીમાં ફસાયેલા ગરીબ અને મધ્યમ પરિવારને વ્યાજખોરોના ત્રાસથી રાહત મળી હતી. પરંતુ છેલ્લા ઘણા સમયથી પોલીસ વ્યાજખોરો પ્રત્યે નિષ્ક્રીય બની જતાં વ્યાજંકવાદ દૂષણ ફરી સક્રિય થયું હોય તેમ વ્યાજખોરોના ત્રાસનો ભોગ બનેલા લોકો આપઘાત કરવા મજબુર બન્યા છે. આવો જ એક વધુબનાવ સામે આવ્યો છે. જેમાં વ્યાજખોરોના ત્રાસથી સદર બજારમાં સીઝન સ્ટોર ચલાવતા વેપારીએ વખઘોળી આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. બે બહેનોના એકના એક ભાઈએ બાલભવન પાસે ઝેરી દવા પી લેતા 11 દિવસની સારવાર બાદ એઈમ્સ હોસ્પિટલમાં તેનું મોત નિપજ્યું હતું. આ અઁગે પોલીસે વધુ તપાસ હાથ ધી છે.
જાણવા મળતી વિગત મુજબ માધાપર ચોકડીથી બેડી બાયપાસ હાઈવે પર એડીબી હોટેલ પાસે રાધેકૃષ્ણ બંગલોઝમાં રહેતા ડિમ્પેસભાઈ ગીરીશભાઈ અંબાણી ઉ.વ.43 નામના યુવાને ગત તા. 11ના રોજ બાલભવનના ગેઈટ પાસે ઘઉમા નાખવાના ઝેરી ટીકડા ખાઈ લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ ત્યાર બાદ એઈમ્સ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું આજે સવારે હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં પ્રનગર પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમમમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં મૃતક ડિમ્પેસભાઈ બે બહેનના એકના એક નાનાભાઈ હોવાનું અને તેઓ સદરબજારમાં માતંગી સિઝન સ્ટોર નામે દુકાન ધરાવી વેપાર કરતા હતાં તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું અને તેઓ પરિવારના આધારસ્તંભ હોવાનું જાણવા મળ્યું છે. તેમણે લાખો રૂપિયા વ્યાજે લીધા હોય જેથી વ્યાજખોરો નાણાની પઠાણી ઉઘરાણી કરી હેરાન કરતા હોય તેના કારણે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આ પગલું ભરી લીધાનું પરિવારજનોએ જણાવ્યું હતું. આ બનાવથી બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી દેતા પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement