For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજીવ ગાંધીના જીવન અને હત્યા પર આધારિત વેબ સિરીઝ "ધ હન્ટ”

10:55 AM Jul 02, 2025 IST | Bhumika
રાજીવ ગાંધીના જીવન અને હત્યા પર આધારિત વેબ સિરીઝ  ધ હન્ટ”

" નાઇનટી ડેઝ” પુસ્તક પર આધારિત સિરીઝ 4 જુલાઇથી સોની લિવ પર

Advertisement

ઇન્દિરા ગાંધીના પાત્ર પર એકથી વધુ ફિલ્મ અને સિરીઝ બન્યા પછી હવે રાજીવ ગાંધીના જીવન પર અને તેમની હત્યા પર એક સિરીઝ આવી રહી છે. સોની લિવ દ્વારા એક ટ્રેલર લોંચ કરવામાં આવ્યું છે, ધ હન્ટ: ધ રાજીવ ગાંધી અસેસિનેશન કેસ એ એક જકડી રાખે એવી પોલિટિકલ થ્રિલર સિરીઝ ઇન્વેસ્ટિગેટિવ જર્નલિસ્ટ અનિરુદ્ધ મિત્રનાં પુસ્તક નાઇનટી ડેઝ પર આધારિત છે.

આ સિરીઝ નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ મેકર નાગેશ કૂકુનુર દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે અને રોહિત બનવાલિકર અને શ્રીરામ રાજન સાથે મળીને લખવામાં આવી છે. આ સિરીઝમાં જાસુસી, શંકાસ્પદ વફાદારો, ગુપ્ત માહિતી જાહેર થવા પર અને ન્યાય માટે માનવતાના બલિદાનની વાત કરશે. દેશના સૌથી હાઇ પ્રોફાઇલ કેસ પર તપાસની વાત કરવામાં આવશે.

Advertisement

આ સ્ટોરીમાં 1991માં રાજીવ ગાંધીની હત્યા પછી થયેલી તપાસ અને જાસુસી તેમજ કાવતરાની માયાજાળ, પક્ષ પલટા જેવી બાબતની વાત કરવામાં આવશે. આ સિરીઝમાં અમિત સિઆલ એસઆઈટી ચીફ ડો.કાર્તિકેયન, સાહિલ વૈદ સીબીઆઈના એસપી અમિત વર્મા, ભગવથિ પેરમુમલ સીબીઆઈના ડીએસપી રઘોથામન, દાનિશ ઇકબાલ સીબીઆઈના ડીઆઈજી અમોદ કંઠના રોલમાં, ગિરિશ શર્મા સીબીઆઈના ડીઆઈજી રાધઆવિનોદ રાજુના રોલમાં, વિદ્યુત ગર્ગ એનએસજી કમાન્ડો કેપ્ટન રવિન્દ્રનના રોલમાં તેમજ શફીક મુસ્તુફા, અંજના બાલાજી, બી સાઈ દિનેશ, શ્રુતિ જયન, ગૌરી મેનન જેવા કલાકારો જોવા મળશે. આ સિરીઝ 4 જુલાઈએ સોની લિવ પર આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement