For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની બાયોપિક ‘અજેય’નું ટીઝર રિલીઝ

10:42 AM Jun 07, 2025 IST | Bhumika
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની બાયોપિક ‘અજેય’નું ટીઝર રિલીઝ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 53 વર્ષના થયા છે. આ ખાસ પ્રસંગે તેમના જીવન પર બની રહેલી ફિલ્મ અષયુ:The Untold Story of a Yogi નું ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું છે જેમાં બધું છોડીને ત્યાગના માર્ગ પર ચાલવાની તેમની સફર બતાવાઈ છે. ટીઝરમાં ઈમોશન અને બલિદાનનું અદ્ભુત મિશ્રણ જોવા મળે છે. તે જ સમયે બાળપણથી અત્યાર સુધીની તેમની સફર ફિલ્મમાં રજૂ કરવામાં આવી છે. આ યોગીની હિંમત અને બહાદુરીની વાર્તા છે, જેમણે ધર્મ અને ત્યાગ માટે નાની ઉંમરે પોતાના પરિવારને છોડી દીધો હતો. આ પછી તેઓ રાજકારણના નેતા કેવી રીતે બન્યા તેની ઝલક પણ ચિત્રમાં બતાવવામાં આવશે.

Advertisement

અભિનેતા અનંત વિજય જોશી મોટા પડદા પર યોગી આદિત્યનાથની ભૂમિકા ભજવતા જોવા મળશે. સીએમ યોગીની જેમ ભગવા કપડાં, કપાળ પર તિલક, કાનમાં બુટ્ટી અને ભગવો ગમછો પહેરેલા અનંત વિજયને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

‘અજેય’ ફિલ્મમાં અનંત ઉપરાંત પરેશ રાવલ, નિરહુઆ, અજય મેંગી, પવન મલ્હોત્રા, રાજેશ ખટ્ટર, ગરિમા સિંહ અને સરવર આહુજા પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. ટીઝરમાં પરેશ રાવલ યોગી માટે કહી રહ્યા છે કે તેઓ કંઈ ઈચ્છતા ન હતા, બધા તેમને ઈચ્છતા હતા, તેઓ શિષ્ય બનવા આવ્યા હતા, પરંતુ જનતાએ તેમને સરકાર બનાવી દીધા. આ ફલ્મ 1 ઓગસ્ટ, 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Advertisement

આ ફિલ્મ સમ્રાટ સિનેમેટિક બનાવી રહી છે. તેના દિગ્દર્શક રવિન્દ્ર ગૌતમ છે, જેમણે મહારાની 2 બનાવી છે, જ્યારે નિર્માતા રીતુ મેંગી છે. સોશિયલ મીડિયા પર ટીઝર શેર કરતા નિર્માતાઓએ લખ્યું, દુનિયા છોડી દીધી, ભગવો પહેર્યો, સેવામાં ડૂબી ગયા. એક યોગી - જે એકલા જ એક આખી ચળવળ બની ગયા.

Advertisement
Tags :
Advertisement
Advertisement