સલમાન ખાનના બિગ બોસ-19 માટે સાત અભિનેત્રીઓ ચર્ચામાં
મુનમુન દત્તા, ગૌતમી કપૂર, મૂન બેનર્જી, અસિશ્ફા ખાન, અપૂર્વા મુખીજા, ડેઝી શાહ, ખુશી દુબે વધારશે બીગ બોસના ઘરનું તાપમાન
ઘણા વિવાદો પછી સલમાન ખાનના રિયાલિટી શો બિગ બોસ સીઝન 19ના પુનરાગમનના સમાચારની પુષ્ટિ થતાં જ, આ સીઝનમાં આવનારા સ્પર્ધકોના નામ પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે. બિગ બોસ 19 માટે મેકર્સે 7 મહિલા અભિનેત્રીઓને અપ્રોચ કરી છે. શોની થીમ શું હશે, તે તો સમય જ કહેશે, પરંતુ બિગ બોસ 19 માટે મેકર્સે અમુક અભિનેત્રીઓ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સને અપ્રોચ કર્યા છે મુનમુન દત્તા: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની બબીતા જી ઉર્ફે મુનમુન દત્તા તેના અંગત જીવનની સાથે સાથે તેના વ્યાવસાયિક જીવનને કારણે પણ સમાચારમાં રહે છે.અહેવાલો અનુસાર, મુનમુન દત્તાનો પણ બિગ બોસ 19ના મેકર્સે સંપર્ક કર્યો હતો. જોકે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
ગૌતમી કપૂર: ક્યોંકી સાસ ભી કભી બહુ થી થી દરેક ઘરમાં પ્રખ્યાત થયેલી અભિનેત્રી ગૌતમી કપૂર આજે ટીવી અને બોલિવૂડમાં એક મોટું નામ છે. અહેવાલો અનુસાર, મેકર્સે તેમને તેમના શોનો ભાગ બનાવવા માટે ખૂબ જ પ્રયાસ કરી રહ્યા છે. રામ કપૂરની પત્ની ભલે પોતાને વિવાદોથી દૂર રાખે છે, પરંતુ તે શોમાં કેટલું યોગદાન આપી શકશે તે તો સમય જ કહેશે.
મૂન બેનર્જી: મૂન બેનર્જી પણ એકતા કપૂરના શોની હિરોહીન છે. તેણીએ તેના લોકપ્રિય શો કસૌટી જિંદગી કીમાં સંપદા બાસુનું પાત્ર ભજવ્યું હતું. આ ઉપરાંત, અભિનેત્રીએ ગુમ હૈ કિસીકે પ્યાર મેં અને સસુરાલ સિમર-ડોરી જેવા કલર્સ શો કર્યા છે. ગૌતમીની જેમ, મૂન પણ વિવાદોથી દૂર રહે છે, તેથી દર્શકોને તેનું વ્યક્તિત્વ કેટલું ગમશે તે શો ટેલિકાસ્ટ થયા પછી જ ખબર પડશે.
અરિશ્ફા ખાન: પહેલા એવા અહેવાલો હતા કે સલમાન ખાનના વિવાદાસ્પદ શો બિગ બોસ 19માં આ વખતે કોઈ યુટ્યુબર અને ઇન્ફ્લુએન્સર નહીં હોય, પરંતુ એવું લાગે છે કે મેકર્સે પોતાનો વિચાર બદલી નાખ્યો છે. કારણ કે અહેવાલો અનુસાર, અરિશ્ફા ખાન પણ બિગ બોસ 19માં જોવા મળી શકે છે, જેના ઇન્સ્ટાગ્રામ પર 30.8 મિલિયન ફોલોઅર્સ છે.
અપૂર્વા મુખિજા: ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટને કારણે અપૂર્વા મુખિજાને ગમે તેટલી ટીકાઓનો સામનો કરવો પડ્યો હોય, પરંતુ આ વિવાદે તેના માટે રિયાલિટી શોના દરવાજા ખોલી નાખ્યા છે. કરણ જોહરના શો ટ્રેટર પછી, હવે જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, બિગ બોસના મેકર્સ પણ તેનો સંપર્ક કરી રહ્યા છે.
ડેઝી શાહ: સલમાન ખાન સાથે ડેબ્યૂ કર્યા પછી પણ, ડેઝી શાહ મોટા પડદા પર લોકપ્રિય ન હતી, પરંતુ નાના પડદા પર રિયાલિટી શો ખતરો કે ખિલાડી માં તેણીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. શિવ ઠાકરેની ખાસ મિત્ર ડેઝી શાહ પણ બિગ બોસની આ સીઝનમાં પોતાનો ગ્લેમર બતાવતી જોવા મળી શકે છે.
ખુશી દુબે: આશિકાના, જાદુ તેરી નજર અને ડાયન કા મૌસમ જેવા શોમાં દેખાઈ ચૂકેલી ખુશી દુબે બિગ બોસ 19 માં પણ પોતાની સ્ટાઇલથી બધાને મોહિત કરતી જોવા મળી શકે છે. સ્ક્રીન પર સિમ્પલ દેખાતી ખુશી વાસ્તવિક જીવનમાં ખૂબ જ બોલ્ડ છે.