For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કપિલ શર્માના શોમાં ફરી નવજોત સિધ્ધુની એન્ટ્રી?

10:54 AM Jun 10, 2025 IST | Bhumika
કપિલ શર્માના શોમાં ફરી નવજોત સિધ્ધુની એન્ટ્રી

21 જૂને શરૂ થનાર શોનો પ્રોમો રિલીઝ

Advertisement

કપિલ શર્મા હંમેશા લોકોને હસાવતા રહે છે. પહેલા તે ટીવી પર ધૂમ મચાવતો હતો અને હવે તે OTT પ્લેટફોર્મ પર ધૂમ મચાવી રહ્યો છે. કપિલ શર્માનો ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો OTT પર આવી ગયો છે. તેના શોની બે સિઝન રિલીઝ થઈ છે અને બંને શાનદાર રહી છે. હવે ત્રીજી સિઝન આવવાની છે અને આ સિઝનમાં ઘણો ધમાલ મચવાનો છે. પહેલા અર્ચના પૂરણ સિંહ આ શોને જજ કરતી જોવા મળતી હતી. જો આ સિઝનમાં તેને પોતાની ખુરશી શેર કરવી પડશે કારણ કે હવે નવજોત સિંહ સિદ્ધુ પાછા ફરવાના છે નેટફ્લિક્સે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે જેમાં તેમણે નવજોત સિંહ સિદ્ધુના પાછા ફરવા વિશે જણાવ્યું છે. તેઓ અર્ચના સાથે બેસશે. જેના કારણે અર્ચના ચોંકી ગઈ છે.

નેટફ્લિક્સે પ્રોમો શેર કર્યો અને લખ્યું- એક કુર્સી પાજી કે લિયે પ્લીઝ, હર ફનીવાર બઢેગા હમારા પરિવાર, જેમાં નવજોત સિંહ સિદ્ધુ અને અર્ચના પૂરણ સિંહ પાછા ફરશે. તેમને ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોની નવી સિઝનમાં જુઓ, જે 21 જૂને રાત્રે 8 વાગ્યે ફક્ત નેટફ્લિક્સ પર શરૂૂ થશે.

Advertisement

પ્રોમોમાં કપિલ શર્મા અર્ચના પૂરણ સિંહને આંખે પાટા બાંધીને લાવે છે અને કહે છે, પઅમે સતત બે હિટ સિઝન આપી છે, નેટફ્લિક્સ તમને એક સરપ્રાઈઝ આપી રહ્યું છે.થ તે કહે છે, પતેઓ તમને ઘર, કાર અથવા શેર આપી રહ્યા છે.થ આ પછી, કપિલ પોતાની આંખે પાટા ખોલે છે અને તે પોતાની સામે નવજોત સિંહ સિદ્ધુને જુએ છે. સિદ્ધુને જોઈને અર્ચના પૂરણ સિંહ ચોંકી જાય છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement