ભારતના ધનિકોની યાદીમાં પહેલીવાર કિંગ ખાનની એન્ટ્રી, એક વર્ષમાં આટલા કરોડની વધી સંપત્તિ, જાણો કઈ કઈ સેલેબ્રિટીને મળ્યું સ્થાન
બોલીવૂડનો બાદશાહ શાહરૂખ ખાને પ્રથમ વખત હુરૂન ઈન્ડિયાની ધનિકોની યાદીમાં સ્થાન મેળવ્યું છે. 58 વર્ષીય ખાન રૂ. 7300 કરોડની નેટવર્થ ધરાવે છે.વર્ષ 2023 શાહરૂખ ખાન માટે ધમાકેદાર હતું. તેમની ત્રણ મોટી ફિલ્મો થિયેટરોમાં હિટ થઈ અને હલચલ મચાવી. વર્ષ 2018માં તેની 'ઝીરો' આવી, જે બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી. આ પછી શાહરૂખ ખાને 4 વર્ષનો લાંબો બ્રેક લીધો. વર્ષ 2023ના પહેલા જ મહિનામાં પઠાણ સાથે પુનરાગમન કર્યું. આ તસવીરે દુનિયાભરમાંથી 1042.2 કરોડ રૂપિયા એકઠા કર્યા છે. આ પછી વર્ષના મધ્યમાં બીજી ફિલ્મ આવી, જેનું નામ હતું- જવાન. ફિલ્મનો કુલ બિઝનેસ 1167.3 કરોડ રૂપિયા હતો. વર્ષના અંતે, ડિંકી રિલીઝ થઈ, જેને યોગ્ય પ્રતિસાદ મળ્યો. હાલમાં તે તેની આગામી ફિલ્મ કિંગની તૈયારીમાં વ્યસ્ત છે. આ દરમિયાન શાહરૂખ ખાને પહેલીવાર દેશના અબજોપતિઓની યાદીમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ થયા છે. આ યાદીમાં કિંગ ખાન ઉપરાંત સાત અન્ય બિઝનેસમેનની એન્ટ્રી થઈ છે.
ધનિકોની યાદીમાં શાહરૂખ ખાન બાદ જૂહી ચાવલાનો પણ સમાવેશ થાય છે, જે IPL ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સની કો-ઓનર છે. તેમની કુલ સંપત્તિ 4,600 કરોડ રૂપિયા છે. આ સાથે તે બોલિવૂડની બીજી સૌથી અમીર સ્ટાર બની ગઈ છે. જ્યારે ત્રીજા નંબર પર રિતિક રોશન છે, જેની કુલ સંપત્તિ 2000 કરોડ રૂપિયા છે. તેણે એક બ્રાન્ડ શરૂ કરી, જે HRX છે. X (Twitter) પર તેના 32.3 મિલિયન ફોલોઅર્સ છે. ચોથા સ્થાને અમિતાભ બચ્ચન અને તેમનો પરિવાર છે. તેમની કુલ સંપત્તિ 1,600 કરોડ રૂપિયા છે. પાંચમા ક્રમે દિગ્દર્શક અને નિર્માતા કરણ જોહરનું નામ છે, જેની કુલ સંપત્તિ 1,400 કરોડ રૂપિયા છે. તેમની પ્રોડક્શન કંપની છે- ધર્મા પ્રોડક્શન છે.
હુરૂન ઈન્ડિયા રીચ લિસ્ટમાં ગૌતમ અદાણી રૂ. 11.61 લાખ કરોડ સાથે પ્રથમ ક્રમે છે. મુકેશ અંબાણી 10.14 લાખ કરોડ સાથે બીજા ક્રમે, શીવ નાદર 3.14 લાખ કરોડ સામે ત્રીજા ક્રમે, સાયરસ પુનાવાલા 2.89 લાખ કરોડ સાથે ચોથા ક્રમે અને દિલિપ સંઘવી રૂ. 2.49 લાખ કરોડ સાથે પાંચમા ક્રમે છે.