જુનિયર એનટીઆરની દેવરા પાર્ટ-1એ કમાણીમાં સ્ત્રી-2નો રેકોર્ડ તોડ્યો
જુનિયર એનટીઆરની મોસ્ટ અવેટેડ ફિલ્મ દેવરા પાર્ટ-1 થિયેટરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર અને વર્લ્ડવાઈડ લેવલે પણ ખૂબ જબરદસ્ત કલેક્શન કરી રહી છે. રિલીઝના માત્ર 2 દિવસોમાં દેવરા પાર્ટ-1એ વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર 200 કરોડ ક્લબમાં એન્ટ્રી કરી દીધી છે.
સૈકનિલ્કની રિપોર્ટ અનુસાર જુનિયર એનટીઆર અને જાનવી કપૂરની ફિલ્મ દેવરા પાર્ટ-1 એ દુનિયાભરમાં 200 કરોડનો આંકડો પાર કર્યો છે. ફિલ્મે માત્ર બે દિવસોમાં જ કુલ 203 કરોડ રૂૂપિયાનું કલેક્શન કર્યું છે. આ સાથે દેવરા પાર્ટ-1એ આ વર્ષની સૌથી મોટી ફિલ્મ સ્ત્રી 2ને પણ પછાડી છે.
સ્ત્રી 2 આ વર્ષે 15 ઓગસ્ટે રિલીઝ થઈ હતી. ફિલ્મે જબરદસ્ત ઓનપિંગની સાથે માત્ર બે જ દિવસમાં કુલ 130.05 કરોડ રૂૂપિયાનું કલેક્શન કર્યું હતું. દેવરા પાર્ટ 1 એ આ આંકડાને પાર કરી લીધો છે.
ઘરેલુ બોક્સ ઓફિસમાં પણ દેવરા પાર્ટ 1 આગ લગાવી રહી છે. તેલુગુ, હિન્દી, તમિલ, મલયાલમ અને કન્નડ એમ 5 ભાષામાં રિલીઝ થયેલી ફિલ્મે પહેલા દિવસે જ 82.5 કરોડ રૂૂપિયાની કમાણી કરીને વર્ષની બીજી સૌથી મોટું ઓપનરનું ખિતાબ મેળવ્યો છે. બે દિવસમાં કુલ 120.7 કરોડ રૂૂપિયાનું કલેક્શન કર્યું છે.
પદેવરા પાર્ટ -1થએ ડાયરેક્ટર કોરાતાલા શિવાએ યુવા સુધા આર્ટસ અને એનટીઆર આર્ટસના બેનર નીચે ડાયરેક્ટ કરી છે. ફિલ્મમાં જુનિયર એનટીઆર અને જાનવી કપૂર લીડ રોલમાં છે. સૈફ અલી ખાને આ ફિલ્મમાં વિલનનું કામ કર્યું છે. ત્યારે શાઈન ટોમ ચાકો, મુરલી શર્મા અને પ્રકાશ રાજ પણ મહત્વનું પાત્ર ભજવતા જોવા મળ્યા છે.