જિતેન્દ્રએ અંધેરીમાં 855 કરોડનો પ્લોટ વેચ્યો
કપૂર પરિવારની બે કંપનીઓ દ્વારા વેચાણ
જિતેન્દ્ર અને તેમના પરિવારે અંધેરીમાં 855 કરોડ રૂૂપિયામાં જમીનનો એક પ્લોટ વેચ્યો છે. એ જમીન એનટીટી ગ્લોબલ ડેટા સેન્ટર્સ ઍન્ડ ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીએ ખરીદી હતી. આ કંપની પહેલાં નેટમેજિક આઇટી સર્વિસિસ તરીકે ઓળખાતી હતી. ડોક્યુમેન્ટ્સ પ્રમાણે આ જમીન કપૂર-પરિવાર દ્વારા સંચાલિત બે કંપનીઓ પેન્થિઓન બિલ્ડકોન પ્રાઇવેટ લિમિટેડ અને તુષાર ઇન્ફ્રા ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા વેચવામાં આવી છે.
આ ડીલમાં જે જમીનનું વેચાણ કરવામાં આવ્યું છે એમાં એકબીજાને અડીને આવેલા બે પ્લોટનો સમાવેશ છે જે સંયુક્ત રીતે કુલ 9664.68 સ્ક્વેર મીટરના વિસ્તારને આવરી લે છે. હાલમાં આ સ્થળે બાલાજી આઇટી પાર્ક છે જેમાં ત્રણ ઇમારત છે અને એનો કુલ બિલ્ટઅપ એરિયા 4.90 લાખ સ્ક્વેર ફીટ છે. મિલકતના દસ્તાવેજ અનુસાર આ ટ્રાન્ઝેક્શન માટે 8.69 કરોડ રૂૂપિયાની સ્ટેમ્પ-ડ્યુટી અને 30,000 રૂૂપિયા રજિસ્ટ્રેશન-ફી ચૂકવાઈ છે. જિતેન્દ્ર અને તેમની ટીમે આ બિગ ડીલ પર હજી સુધી કોઈ ઑફિશ્યલ નિવેદન નથી આપ્યું.