દીપિકા પાદુકોણ અને હું રિક્ષા કે ટ્રેનથી ડેટ પર જતા, તેણે મને પ્રપોઝ કર્યું હતું
દીપિકા પાદુકોણ આજે સ્ટાર અભિનેત્રી છે. પરંતુ જ્યારે તેણે ઈન્ડસ્ટ્રીમાં પગ મુક્યો ત્યારે તેને કોઈ ઓળખતું ન હતું. કરિયરના શરૂૂઆતના દિવસોમાં તે એક મોડલ તરીકે કામ કરતી હતી. આ સમયે તેના મિત્ર રહેલા મુઝમ્મિલે ઈબ્રાહિમે દાવો કર્યો છે કે દીપિકા સાથે તે બે વર્ષ રિલેશનમાં હતો. બંને રીક્ષા અને ટ્રેનમાં ડેટ પર જતા હતા.
સિદ્ધાર્થ કાનનના પોડકાસ્ટમાં ઈબ્રાહિમે દીપિકા અને તેની લવલાઈફ વિશે વાત કરી હતી. મુઝમ્મિલે કહ્યું કે અમે બંને ખૂબ સારા મિત્રો હતા અને હજુ પણ છીએ. દીપિકા ખૂબ જ સારી છોકરી છે અને હું તેનો ખૂબ આદર કરું છું. અમે અમારા મોડેલિંગના દિવસોમાં ડેટ કરતા હતા. અમે લગભગ બે વર્ષ સુધી ડેટિંગ કર્યું. હું પહેલો એવો છોકરો છું જેને દીપિકા મુંબઈમાં મળી હતી. અભિનેતાએ આગળ કહ્યું કે તેણે મને ગ્લેડરેગ્સ, પરદેસિયા જેવી ઘણી ફિલ્મોમાં જોયો હતો અને તેને હું ખૂબ ગમતો હતો. તેણે એવો પણ દાવો કર્યો હતો કે દીપિકાએ પહેલા તેને પ્રપોઝ કર્યું હતું. પરંતુ તેણે બ્રેકઅપ કરી લીધું.
દીપિકા સાથેના બ્રેકઅપ વિશે વાત કરતાં ઈબ્રાહિમે કહ્યું કે બ્રેકઅપનું કારણ હું જ હતો. દીપિકાને છોડી દેવાનો કોઈ અફસોસ નથી. તે સમયે હું સ્ટાર હતો અને દીપિકા એક મોડેલ હતી. પરંતુ હું તેના પહેલા જ અભિનેતા બની ગયો હતો. આજે તે સુપરસ્ટાર છે અને બધા તેને ઓળખે છે, પરંતુ હવે કોઈ મને ઓળખતું નથી. હું તેનો મોટો ચાહક છું અને જ્યારે હું તેને જીવનમાં સારું કરતા જોઉં છું, ત્યારે મને ખૂબ આનંદ થાય છે.
તે સમયને યાદ કરતાં અભિનેતાએ કહ્યું કે ત્યારે અમે બાળકો હતા. અમે રીક્ષા અને ટ્રેનથી ડેટ પર જતા હતા. તે સમય ખૂબ ક્યુટ હતો. મારી પાસે વધારે પૈસા હતા. કારણ કે મેં સારું કમાવાનું શરૂૂ કરી દીધું હતું. મેં એક કાર ખરીદી તો એ ખૂબ ખુશ હતી. આ વાતો ખૂબ યાદગાર છે. અમારી પાસે વધારે પૈસા ન હતા, પરંતુ અમે ખુશ હતા.