સન ઓફ સરદાર સાથે ટક્કર ટાળવા ‘પરમ સુંદરી’ પોસ્ટપોન કરવા વિચારણા
સિદ્ધાર્થ મલ્હોત્રા અને જાન્વી કપૂરની ફિલ્મ પરમ સુંદરીનું ટીઝર ભૂલચુક માફ સાથે બતાવાયું હતું, જેને સારો પ્રતિસાદ મળ્યો હતો અને ત્યારથી ફિલ્મ વિશે એક માહોલ પણ બનવાનો શરૂૂ થઈ ગયો હતો. પરંતુ હવે એવી શક્યતા છે કે સિદ્ધાંર્થ મલ્હોત્રા અને જાન્વી કપૂરના ફેન્સને ફિલ્મની થોડી વધુ રાહ જોવી પડે. કારણ કે ફિલ્મના પ્રોડ્યુસર મેડોક ફિલ્મ્સ આ ફિલ્મની રિલીઝ પાછી ઠેલવાનું વિચારતા હોવાની ચર્ચા છે.
સુત્ર દ્વારા મળતી માહિતી અનુસાર, પરમ સુંદરી 25 જુલાઈએ રિલીઝ થવાની હતી. પરંતુ દિનેશ વિજાને તેમની ટીમ સાથે મીટિંગ કરી હતી અને તેમણે પહેલાં કે પછી રિલીઝ કરવી કે પોતાની તારીખ જ રાખવી તે અંગે ચર્ચા પણ કરી હતી. આવતા મહિને ઘણી ફિલ્મ રિલીઝ થઈ રહી છે, તેથી આ ફિલ્મને લાંબો સમય બોક્સ ઓફિસ પર એકલાં સમય ન મળે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને તેઓ તારીખ વિશે વિચાર કરી રહ્યાં છે.
હાલ મેડોક ફિલ્મ્સની ટીમ 29 ઓગસ્ટે રિલીઝ કરવા પર પણ વિચાર કરી રહી છે. કારણ કે એ દિવસે કોઈ ફિલ્મ રિલીઝ થતી નથી. સુત્રએ એવું પણ કહ્યું કે, તરત નિર્ણય લેવા એ મેડોકની ખાસિયત છે. તેમણે જ્યારે ઝરા હટકે ઝરા બચકે અચાનક 3 જ અઠવાડિયામાં ઓટીટી પર રિલીઝ કરી દીધી ત્યારે અને ભુલચૂક માફને એક અઠવાડિયું આગળ સ્ટ્રીમ કરવાનું નક્કી કરીને થિએટર રિલીઝ કેન્સલ કરી દીધી હતી. થોડાં દિવસોમાં ચિત્ર સ્પષ્ટ થશે.
જો પરમ સુંદરી પાછી ખેંચાય તો સન ઓફ સરદારને પણ સોલો રિલીઝનો લાભ મળશે. અજય દેવગન, મૃણાલ ઠાકુર, સંજય મિશ્રા અને કુબ્રા સૈટ સાથે આ ફિલ્મમાં તાજેતરમાં જ જેમનું નિધન થયું એને મુકુલ દેવ પણ છે. જુલાઈમાં આ સિવાય પણ ઘણી બોલિવૂડ અને હોલિવૂડ ફિલ્મ રિલીઝ થઈ રહી છે.