13 બદલાવ સાથે કંગના રનૌતની ઇમર્જન્સીને સેન્સરની લીલીઝંડી
કંગના રનૌતની ફિલ્મ ઈમરજન્સી 6 સપ્ટેમ્બરએ સિનેમામાં રિલીઝ થવાની હતી, પરંતુ આ ફિલ્મ સેન્ટર બોર્ડમાં અટકી ગઈ. આ કારણસર આ ફિલ્મ પોતાનાં નક્કી કરેલા સમયે રિલીઝ થઈ શકી નહીં. હવે એવી માહિતી સામે આવી છે કે સેન્ટર બોર્ડે આ ફિલ્મને યુ/એ સર્ટિફિકેટ આપ્યું છે. તેમ છતાં રિલીઝનો માર્ગ હજી મોકળો થયો નથી.
સર્ટિફિકેટ આપવાની સાથે જ સેન્ટર બોર્ડે મેકર્સને આ ફિલ્મમાં 13 જગ્યાએ ફેરફાર કરવા માટે કહ્યું છે. એક વાર ફિલ્મમાં ફેરફાર થાય પછી આ પિક્ચર રિલીઝ થઈ શકશે પરંતુ, એવું કહેવામાં આવી રહ્યું છે કે જી-સ્ટુડિયોએ કટ લગાડવા અંગે કહ્યું છે કે આ અંગે વિચાર કરવા થોડા સમયની જરૂૂર છે.
ઈમરજન્સીમાં સૌથી પહેલા, સેન્ટર બોર્ડે ફિલ્મની શરૂૂઆતમાં એક ડિસ્ક્લેમર ઉમેરવા માટે કહ્યું છે, જેમાં લખેલું હોવું જોઈએ કે આ ફિલ્મ સત્યા ઘટના પરથી પ્રેરિત છે. જે કંઈ ઘટના છે તેને નાટ્યાત્મક રીતે રજૂ કરવામાં આવી છે.
શરૂૂઆતમાં જ જવાહરલાલ નહેરૂૂનો એક સીન છે, જેમાં તેમને કહેતાં દર્શાવવામાં આવ્યા છે કે ચીને ભારતમાંથી આસામને અલગ કરી દીધું છે. જોકે, ફિલ્મમાં આ ડાયલોગ ક્યા સોર્સ પરથી સામેલ કરવામાં આવ્યો છે, બોર્ડે તેનો જવાબ માંગ્યો છે. કેમ કે બોર્ડમાં જે ઇતિહાસકાર બેઠા છે, તેમને આવા કોઇ બનાવ અંગે માહિતી નથી.
સંજય ગાંધીના પાત્રના એક ડાયલોગ પર પણ બોર્ડે આક્ષેપ કર્યો છે, કારણ કે તે ડાયલોગમાંથી એવું લાગી રહ્યું છે કે મત માટે ડીલ થઈ રહી છે. વાસ્તવમાં, તે ડાયલોગમાં ભિંડરાવાળા સંજય ગાંધીને કહે છે - તમારી પાર્ટીને મત જોઈએ અને અમને ખાલિસ્તાન. આ ફિલ્મમાં એક એવો સીન છે, જેમાં સીખ કોઈ એવા માણસને ગોળી મારતો દેખાય છે, જે સીખ સમુદાયનો નથી. સેન્ટર બોર્ડે આ સીનને ડિલીટ કરવા માટે કહ્યું છે. સાથે જ 2 મિનિટ 11 મિનિટ પર ફિલ્મમાં હિંસા થઈ રહી છે, તે હિંસાને ઓછું કરવાની પણ રજૂઆત કરવામાં આવી છે.
એક સીનમાં ઈન્દિરા ગાંધી અને આર્મી ચીફ વચ્ચે વાતચીત થઈ રહી છે. ત્યાં પર અર્જુન દિવસનો ઉલ્લેખ થાય છે, અર્જુન દિવસ એટલે સીખોના પાંચમા ગુરુ અર્જુનનો જન્મ દિવસ. અર્જુન દિવસનો જે ઉલ્લેખ છે, બોર્ડે તેને કાઢવા માટે કહ્યું છે. બોર્ડનું કહેવું છે કે સીખ સમુદાયમાં એવી કોઈ પરંપરા નથી.
સીબીએફસી એ પણ સૂચન આપ્યું છે કે જ્યાં પણ ફિલ્મમાં વાસ્તવિક ફૂટેજનો ઉપયોગ કરવામાં આવ્યો છે, ત્યાં એક સ્ટેટિક મેસેજ આપવામાં આવે. એટલે કે, તે મેસેજમાં કોઈ મૂવમેન્ટ ન હોવી જોઈએ. ફિલ્મમાં જે કંઈ મહત્વની વસ્તુઓ છે, ભલે તે કોઈ આંકડો હોય, કોઈનું નિવેદન હોય કે પછી ક્યાંથી કોઈ રેફરન્સ લેવામાં આવ્યું હોય, તો આ બધાનો સોર્સ જણાવવો છે કે તે વસ્તુઓ ક્યાંથી લેવામાં આવી છે.ફિલ્મમાં ત્રણ એવા સીન છે, જ્યાં ભિંડરાવાળા નું પાત્ર ફ્રેમમાં નથી, પરંતુ નામનો ઉલ્લેખ થઈ રહ્યો છે. બોર્ડે મેકર્સને કહ્યું છે કે ભિંડરાવાળાનો નામ હટાવી દેવામાં આવે.