હેરા ફેરી-3માં "બાબુ ભૈયા” જોવા મળશે અક્ષયકુમાર સાથેના વિવાદોનો અંત
અક્ષય, પ્રિયદર્શન અને સુનીલને સર્જનાત્મક મિત્રો ગણાવ્યા
કોમેડી ફિલ્મ હેરા ફેરી ફ્રેન્ચાઇઝના ચાહકો માટે એક મોટા અને રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે. ચાહકોના પ્રિય બાબુ ભૈયા એટલે કે પીઢ અભિનેતા પરેશ રાવલ ફરી એકવાર હેરા ફેરી 3 મા પોતાની આઇકોનિક ભૂમિકા ભજવવા માટે સંમત થયા છે. પરેશ રાવલે પોતે આ વાતની પુષ્ટિ કરી છે અને અક્ષય કુમાર સાથેના તેમના કથિત વિવાદોનો પણ સુખદ અંત આવ્યો હોવાનું જણાવ્યું છે.
બોલિવૂડ હંગામા સાથેના એક પોડકાસ્ટમાં, પરેશ રાવલે હેરા ફેરી 3 મા તેમની વાપસીની પુષ્ટિ કરી હતી. અક્ષય કુમાર સાથેના અગાઉના મતભેદો અંગે તેમણે કહ્યુ ખરેખર કોઈ વિવાદ નથી. જ્યારે કોઈ પ્રોજેક્ટ દર્શકોને આટલો ગમતો હોય, ત્યારે તમારે તેને વધુ કાળજીપૂર્વક હેન્ડલ કરવાની જરૂૂર છે.
તેમણે ઉમેર્યું જનતાએ અમને પ્રેમ આપ્યો છે અને તેની સાથે જવાબદારી પણ આવે છે. આપણે તેને ક્યારેય હળવાશથી ન લેવી જોઈએ. આપણે તેમને અમારું શ્રેષ્ઠ આપવાનું બંધનકર્તા છીએ. મને ફક્ત એવું લાગ્યું કે બધાએ સાથે આવવું જોઈએ અને પોતાનું શ્રેષ્ઠ આપવું જોઈએ. એ જ એકમાત્ર ચિંતા હતી. પરંતુ હવે બધું બરાબર છે. બધું બરાબર થવાનું હતું. અમને ફક્ત થોડી સુધારણાની જરૂૂર હતી. છેવટે આમા સામેલ બધા લોકો , પ્રિયદર્શન, અક્ષય અને સુનીલ સર્જનાત્મક છે અને લાંબા સમયથી મિત્રો છે.