For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અનુરાગ બાસુની "મેટ્રો ઇન દિનો” 4 જુલાઇના થિયેટરમાં થશે રિલીઝ

11:04 AM Jun 09, 2025 IST | Bhumika
અનુરાગ બાસુની  મેટ્રો ઇન દિનો” 4 જુલાઇના થિયેટરમાં થશે રિલીઝ

અનુરાગ બાસુની ફિલ્મ મેટ્રો ઇન દિનોં ની ટીમ દ્વારા ફિલ્મનો પહેલો લૂક અને પહેલા ગીત ઝમાના લાગે ની ઝલક રજૂ કરવામાં આવી છે. આ ક્લિપમાં ફિલ્મના પાત્રોના જીવનની પણ એક નાની ઝલક મળે છે. તેમાં અનુપમ ખેર, પંકજ ત્રિપાઠી, કોંકણા સેન શર્મા, આદિત્ય રોય કપુર, સારા અલી ખાન, ફાતિમા સના શેખ, અલી ફઝલ, નીના ગુપ્તા અને શાશ્વતા ચેટર્જી છે.

Advertisement

વીડિયો એક ડાયલોગ સાથે શરૂૂ થાય છે આ શહેર બદલાઈ ગયું છે એવી જ તેવી વાર્તાઓ પણ પછી તરત સારા અલી ખાન અને આદિત્ય રોય કપુર એક રેલવે સ્ટેશન પર ઉભેલા દેખાય છે, આદિત્ય પહાડોના નઝારાને માણી રહ્યો છે, જ્યારે સારા શહેરી જીવનની ગતિને માણી રહી છે. જ્યારે અલી ફઝલ એક ગાયક છે અને ફાતિમા સના શેખના પાત્રના પ્રેમમાં પડે છે.

કોંકણા સેન શર્મા પહેલી ફિલ્મમાં પણ હતી. તે આ ફિલ્મમાં તેની પહેલી ફિલ્મના સાથીદાર ઇરફાન પઠાણને શ્રદ્ધાંજલિ આપતી દેખાય છે. આ વખતે તેની જોડી પંકજ ત્રિપાઠી સાથે જોવા મળશે.
આ ગીત આજના સમયની ગઝલ જેવું છે જ્યારે સંગીત કવિતાને મળે છે, જાદુ થાય છે. ઝમાને લગેંગે આ ગીત અરિજિત સિંઘ અને શાશ્વત સિંધ દ્વારા ગાવામાં આવ્યું છે જ્યારે ફિલ્મનું સંગીત પ્રિતમ દ્વારા આપવામાં આવ્યું છે. આ ફિલ્મ 4 જુલાઈએ થિએટરમાં રિલીઝ થશે .

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement