For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કાલે વસંત પંચમી : લગ્ન-વાસ્તુ સહિતના કાર્યોમાં બાધા

04:58 PM Feb 01, 2025 IST | Bhumika
કાલે વસંત પંચમી   લગ્ન વાસ્તુ સહિતના કાર્યોમાં બાધા

Advertisement

આ વર્ષે પાંચમનો ક્ષય હોવાથી લગ્ન અને વાસ્તુ સિવાય શુભ કાર્યો કરી શકાશે

તા. 2-2-25 મહા સુદ ચોથને રવિવારે સવારે 9:15 કલાક સુધી ચોથ તિથિ છે. ત્યાર બાદ પાંચમ તિથિન પ્રારંભ થશે. આમ રવિવારે સવારના 9:15થીવસંત પંચમી ગણાશે.
આ વર્ષે પાંચમ તિથિ ક્ષય તિથિ હોતા લગ્ન જેવા શુભ કાર્યો થઈ શકશે નહીં પરંતુ પુજા-પાઠ જપ ઉપાસના સત્યનારાયણ ભગવાનની કથા માતાજીનું પૂજન ચંદી પાઠ જેવા દરેક શુભ કાર્યો થઈ શકશે.

Advertisement

આ દિવસને વસંત પંચમી શ્રી પંચમી મદન પંચમી તરીકે ઓળખાય છે. રિવાજ પ્રમાણે વસંતપંચમીના દિવસને પણ વણજોયુ મુહુર્ત કહેવામાં આવે છે. પરંતુ આ વર્ષે પાંચમનો ક્ષય હોતા લગ્ન વાસ્તુ સિવાયના બધા જ શુભ કર્મ થશે. ખાસ કરીને આ દિવસે માતા સરસ્વતિની પૂજા કુળદેવીની પૂજાનું મહત્વ વધારે રહેલ છે. માતા સરસ્વતિનું પૂજન કરવાથી વિદ્યા બળની પ્રાપ્તી થાય છે.

ખાસ કરીને આ દિવસે વિદ્યાર્થીઓએ મા સરસ્વતિની પૂજા કરવી જોઈએ. મા સરસ્વતિનું પૂજન કરવાથી યાદ શક્તિમાં વધારો થાય છે. અભ્યાસમાં એકાગ્રતા આવે છે.

વસંતપંચમીનું પૂજન :- રવિવારે સવારના નિત્યકર્મકરી ત્યાર બાદ બાજોઠ અથવા પાટલા ઉપર સફેદ વસ્ત્ર પાથરી તેના ઉપર ચોખાની ઢગલી કરી મા સરસ્વતિની છબી રાખવી બાજુમાં દિવો કરવો અગરબત્તી કરવી ત્યાર બાદ માતાજીને ચાંદલો ચોખા કરી માતાજીની સફેદ અથવા લાલ ફુલ ચડાવું. ત્યાર બાદ આ મંત્રની એક અથવા ત્રણ માળા કરવી.

મંત્ર :- ૐ ઐમ રીમ કલી મહાસરસ્વતી દૈવ્યે નમ:,  વસંત પંચમીના દિવસે શ્રી કૃષ્ણ ભગવાનનું રાધાજી સહિત પૂજન કરવું અને આ પુજન મનોકામના સિધ્ધ કરનારું છે. જે લોકોના લગ્ન થતા ન હોય તો આ દિવસે રાધા-કૃષ્ણ પૂજન કરી શ્રી કૃષ્ણ શરણમમની એક માળા અથવા પાંચ માળા કરવી લગ્નયોગ થશે. દામ્પત્યજીવનમાં મધુરતા લાવવા માટે પણ આ ઉપાઈ કરી શકાય છે. ખાસ કરીને એક માન્યતા પ્રમાણે સૌ પ્રથમ મહાસુદ પાંચમના દિવસે શ્રી કૃષ્ણ ભગવાનને માતા સરસ્વતિનું પૂજન કરેલું ત્યારથી આ દિવસને વસંત પંચમીના દિવસ તરીકે ઓળખવામાં આવે છે.
(સંકલન :- વેદાંતરત્ન - રાજદીપ જોશી)

Advertisement
Tags :
Advertisement
Advertisement